AIM

"॥कायॅ करने मे कर्म और धर्म एक कीजिए ॥ "
"GYANAM PARAMAM DHEYAM !! !!"

Monday, 5 September 2016

૭૦મા સ્વાતંત્ર્યદિન ની ઉજવણી “યાદ કરો કુરબાની”

આઝાદી – ૭૦
અહેવાલ લેખન
૭૦મા સ્વાતંત્ર્યદિન ની ઉજવણી
“યાદ કરો કુરબાની”
તા. ૧૫/૦૮/૨૦૧૬

                                ૭૦મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી આજે ૧૫મી ઓગસ્ટના દિવસે અમારી શાળામાં કરવામાં આવી.સૌ શાળામાં વહેલા આવી ગયા હતા અને સફાઇ કર્મચારીએ વહેલા આવી શાળાની સફાઇ કરી દિધેલ હતી. બાળકો ધોરણવાર ધ્વજવંદન કાર્યક્રમ માટે ક્રમસર ગોઠવાઇ ગયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી.ત્યારબાદ ગામના સરપંચ શ્રીમતિ મંજુલાબેન પટેલ તથા રજનીભાઇ તથા ગામના વડીલશ્રી રામાકાકા બાબુકાકા,એસ.એમ.સી.અધ્યક્ષા રીટાબેન, સર્વે એસ.એમ.સી. સભ્ય તથા ગ્રામજનોનું સ્વાગત શાળાના આચાર્યશ્રી દ્રારા કરવામાં આવ્યું.



                              ધ્વજવંદન વિધિ શાળાના વિદ્યાર્થી વ્હોરા સુફિયાનની આગેવાની હેઠળ કરવામાં આવી.તેને પરેડની કદમ તાલ લઇ આજના સમારંભના અધ્યક્ષ એવા સરપંચશ્રીને ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું. વંદેમાતરમ ગાન કર્યા બાદ સરપંચશ્રી દ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.સૌ એ સલામી આપી..ક્રમસહ બાદ ઝંડાગીત ...રાષ્ટ્રગીત ...નારા સુફિયાન દ્રારા બોલાવવામાં આવ્યા. ત્યારબાદ આચાર્યશ્રી દ્રારા પ્રસંગ અનુરૂપ સંબોધન આપવામાં આવ્યું. ત્યારબાદ બાળકો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. જેમાં દેશભક્તિગીત..,વેશભૂષા....વકતવ્ય.... અને અભિનયગીત વિદ્યાર્થીઓ દ્રારા રજૂ કરવામાં આવ્યા.

                             આમ સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના  સિનિયર શિક્ષિકાબેન શ્રી પુષ્પાબેન દ્રારા આભાર વિધિ કરવામાં આવી.છેલ્લે અજુપુરા દૂધ ઉત્પાદક મંડળી દ્રારા બાળકોને દર વર્ષની જેમ ચાવણું વહેચવામાં આવ્યું.બાદ સૌ છૂટા પડ્યા. 


  * બોલતી તસ્વીર *  









અહેવાલ લખનાર : શ્રીમતિ પુષ્પાબેન સોલંકી