આઝાદી
– ૭૦
અહેવાલ લેખન
વેશભૂષા સ્પર્ધા
તા. ૨૦/૦૮/૨૦૧૬
૭૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના
ભાગરૂપે આજની સ્પર્ધા હતી વેશભૂષા.સ્પર્ધાના આયોજક બેન શ્રીમતિ પુષ્પાબેનને અગાઉ
તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તે મુજબ સૌ તૈયાર સજ્જ થઇને આવેલ હતા.
સ્પર્ધામાં દેશનેતા જેમની શહીદી થી આપણને
આઝાદી મળી એવા દેશનેતાના પહેરવેશ ધારણ કરી બાળકે આવવાનું હતું સાથે તેઓની જેમ બોલવાનું ... માત્ર એ વિચાર
બાળકોમાં આત્મસાત કરવાના ઉદ્દેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. બાળકો એ
દેશનેતાને સમજે...એમની ભાવના...દેશ પ્રત્યે સમર્પણ ... વિગેરે... આજના આ
ભૂલકાંને આત્મસાત કરાવવું....
દરેક
ધોરણ ૩ થી ૮ ના બાળક કે જેને સ્પર્ધામાં ભાગ લીધેલ હતો તેમનો ઉત્સાહ અનેરો હતો.
કોઇ સરદાર પટેલ...તો કોઇ જવાહરલાલ નહેરુ .....તો કોઇ ગાંધીજી....તો કોઇ
....સુભાષચન્દ્ર બોઝ....તો કોઇ ઇન્દીરા ગાંધી.....તો કોઇ રાણી લક્ષ્મીબાઇ....એમ
સભામાં બધા આઝાદીના લડવૈયા અને ઘડ્વૈયાને સ્ટેજ પર આબેહૂબ બાળકોએ ઉતાર્યા હતા...
અંતે
બાળકોને સારા પ્રદર્શન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. અને એમાંથી શ્રેષ્ઠને વિજેતા
જાહેર કરવામાં આવ્યા.
ધોરણ ૧ થી ૫ માં
પ્રથમ ધોરણ – ૨ વિનીત વિજયભાઇ પરમાર (ગાંધીજી)
દ્રિતિય ધોરણ – ૪ નિશાંત
કલ્પેશભાઇ સુથાર (ગાંધીજી)
તૃતિય ધોરણ – ૫ અભિમન્યુ બી.સોલંકી (નહેરુ ચાચા)
ધોરણ ૬ થી ૮ માં
પ્રથમ
ધોરણ – ૬ ભાવેશ વિજયભાઇ સોઢાપરમાર (ભગતસિંહ)
દ્રિતિય ધોરણ – ૭ હેતલ નિલેશભાઇ ભોઇ (રાણી લક્ષ્મીબાઇ)
તૃતિય ધોરણ – ૮-અ પ્રિયાબેન
મહેશભાઇ પરમાર (ભારતમાતા)
અહેવાલ લખનાર : શ્રીમતિ પુષ્પાબેન સોલંકી