આઝાદી – ૭૦
તા. ૧૦/૦૮/૨૦૧૬
“આઝાદી-૭૦ યાદ કરો કુરબાની” અંતર્ગત અમારી પ્રા.શાળા
અજુપુરામાં ધો.૬ થી૮માં સેનાના જવાનો માટેના ગ્રિટીંગ કાર્ડસ બનાવવાની પ્રવૃતિ
કરવામાં આવી.છેલ્લા ત્રણ તાસમાં આ પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું.
સૌ પ્રથમ બાળકોને
ધોરણ પ્રમાણે પોસ્ટકાર્ડ આપવામાં આવ્યા.બાળક પોતાની ક્લ્પનાશકિત મુજબ “સ્વતંત્રતા
અને જવાનો” વિષય આધારિત પોસ્ટકાર્ડમાં ચિત્રો દોરી રંગપૂરણી કરે તેની સમજ તથા કેવા
ચિત્રો દોરી શકાય તે વિશે શ્રીમતિ મનસ્વીબેને
માર્ગદર્શન આપ્યું.
ધો.૬ થી ૮નાં
વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ પર સુંદર મઝાનાં ચિત્રો બનાવ્યાં.મનનાં ખૂણે સંગ્રહેલા
વિચારો ચિત્રોરૂપે પ્રગટ થયાં. નાનકડાં
મનનાં આટલાં સુંદર ચિત્રો જોઇને ખૂબ જ આનંદ થયો. ચિત્રોમાં રંગપૂરણી કરીને નવો ઓપ
આપવામાં આવ્યો.
બધાં જ વિદ્યાર્થીએ
પોતાની સમજ, કક્ષા પ્રમાણે અવનવાં,અદ્દ્ભૂત,અવર્ણીય અને સુંદર ગ્રિટીંસ કાર્ડ
બનાવ્યાં.ધોરણ ૧ થી ૮ ના તમામ શિક્ષક અને આચાર્યશ્રી દ્રારા પણ આ પ્રવૃતિમાં રસ
પૂર્વક ભાગ લઇ સ્વતંત્રતાને રંગે રંગાયા.આ તમામ કાર્ડઝને ભેગાં કરી મૂલ્યાંકન
કરવાંમાં આવ્યનું અને ધોરણ ૬ થી ૮ માં શ્રેષ્ઠ કાર્ડઝને ત્રણ નંબર આચાર્યશ્રી
દ્રારા આપવામાં આવ્યા. જેમાં.......
પ્રથમ નંબરે ધોરણ -૮ ક રોહિતકુમાર કાંતિભાઇ પરમાર
દ્રિતિય નંબરે ધોરણ -૮ અ દિનેશકુમાર મુકેશભાઇ પરમાર
દ્રિતિય નંબરે ધોરણ -૭
દિશાબેન સતિષભાઇ હરિજન
તૃતિય નંબરે ધોરણ –૭
રેનિશકુમાર મહેશભાઇ પરમાર
તૃતિય નંબરે ધોરણ -૭
દર્શનકુમાર મહેન્દ્રભાઇ પરમાર
શાળાનાં આચાર્યશ્રી કમલેશભાઇ શાહ
દ્રારા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.આમ આજની આ સ્વાતંત્ર્યમયી
પ્રવૃતિ પૂર્ણ થઇ.કુલ ૧૧૧ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં અને બધા પોસ્ટકાર્ડ આચાર્યશ્રી દ્રારા એક સાથે પોસ્ટઓફિસમાં બાકાયદા ફી ભરીને ગુજરાત બોર્ડર પરનાં જવાનોને મોકલવામાં આવ્યાં.
“માતૃભૂમિ કે લિએ જો કરતા અપને રક્ત કા દાન
ઉસકા જીવન દેવતુલ્ય ઉસકા જ્ન્મ મહાન “
અહેવાલ લેખન :
શ્રીમતિ હેતલબેન પરમાર