AIM

"॥कायॅ करने मे कर्म और धर्म एक कीजिए ॥ "
"GYANAM PARAMAM DHEYAM !! !!"

Saturday, 3 September 2016

ધ્વજ પેઇટીંગ સ્પર્ધા આઝાદી – ૭૦

આઝાદી – ૭૦
અહેવાલ લેખન
-: ધ્વજ પેઇટીંગ સ્પર્ધા :-
તા. ૧૦/૦૮/૨૦૧૬
                           ભારત સરકાર દ્રારા ચાલુ વર્ષે ૭૦માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી સ્વરૂપે તા.૦૯/૦૮/૨૦૧૬ થી ૨૩/૦૮/૨૦૧૬ના પખવાડિયાને “આઝાદી-૭૦ યાદ કરો કુરબાની” તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવેલ છે.જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉજવણી કરવા માટે જુદી-જુદી પ્રવૃતિઓ તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
                           આ પખવાડિયાની ઉજવણી કરવા માટે તા.૧૦/૦૮/૨૦૧૬ને બુધવારે અમારી શાળા પે સેન્ટર શાળા અજુપુરામાં ધો. ૧ થી ૫નાં બાળકો માટે ધ્વજ પેઇટીંગ સ્પર્ધા’  નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાની માહિતી અને જાહેરાત આચાર્યશ્રી કમલેશભાઇ શાહ દ્રારા બે દિવસ અગાઉ કરવામાં આવી હતી.તા.૧૦/૦૮/૨૦૧૬ના રોજ છેલ્લા ત્રણ તાસમાં આ સ્પર્ધા રાખવામાં આવી.જેમાં ધો.૧થી૫ના બાળકોને ડ્રોઇંગશીટ તથા રંગો આપવામાં આવ્યા.દરેક ધોરણના બાળકોએ તેમના વર્ગશિક્ષિકા બહેનશ્રીની મદદથી ધ્વજ પેઇંટીંગ સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધામાં દરેક ધોરણમાંથી બે વિજેતા જાહેર કરવામાં આવ્યા.જેમાં......
ધોરણ -૧  પ્રથમ   દીયા  :  દ્રિતિય આરતી
ધોરણ -૨  પ્રથમ  માનવ :  દ્રિતિય આશિયા
ધોરણ -૩  પ્રથમ  વિનીત :  દ્રિતિય ક્રિષ્ના
ધોરણ –૪ પ્રથમ  પાયલ  :  દ્રિતિય જિજ્ઞાસા
ધોરણ -૫ પ્રથમ   મીત   :   દ્રિતિય નયન
શાળાનાં આચાર્યશ્રી કમલેશભાઇ શાહ દ્રારા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.આમ આજની આ સ્પર્ધાના તમામ બાળકોએ દોરેલ ધ્વજ પેઇંટીંગનું પ્રદર્શન ભરી શાળાના સૌ વ્યક્તિએ નિહાળ્યું.આ સ્પર્ધાનું આયોજન શાળાના ધોરણ -૫ના  વર્ગ શિક્ષિકાબેન શ્રી કલ્પનાબેન મેક્વાન દ્રારા કરવામાં આવ્યું હતું.







અહેવાલ લખનાર : શ્રીમતિ કલ્પનાબેન મેકવાન