AIM

"॥कायॅ करने मे कर्म और धर्म एक कीजिए ॥ "
"GYANAM PARAMAM DHEYAM !! !!"

Sunday, 4 September 2016

દેશભક્તિગીત ગાન સ્પર્ધા આઝાદી – ૭૦

આઝાદી – ૭૦
અહેવાલ લેખન
-: દેશભક્તિગીત ગાન સ્પર્ધા :-
તા. ૧૨/૦૮/૨૦૧૬
                           ૭૦મા સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ભાગરૂપે અમારી શાળામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.આજ રોજ અમારી શાળામાં દેશ્ભક્તિગીત ગાન હરિફાઇ રાખવામાં આવી હતી.
                           આજે અમારી શાળામાં છેલ્લા બે તાસમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સૌ પ્રાર્થના સભા સ્થળે ક્રમસર ગોઠવાઇ ગયાં.આ સ્પર્ધામાં   ધોરણ ૩ થી ૮ નાં કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેશભક્તિગીત ગાન સ્પર્ધાની શરૂઆત ધોરણ ૮ના વિદ્યાર્થીના ગ્રુપથી કરવામાં આવ્યું. આ સ્પર્ધાની વિશેષતાએ હતી કે દરેક ધોરણના વિદ્યાર્થીના ગૃપને સ્વાતંત્ર્યની થીમ આધારિત  નામ આપવામાં આવ્યાં હતાં.
                           દરેક ગૃપે પોતાની આગવી શૈલીમાં ગાન રજૂ કર્યું.સાથે શાળાનાં પ્રાર્થના સભાના વિધાર્થીઓએ ઢોલક અને ખંજરીના તાલે સાથ પણ આપ્યો.દરેક સ્પર્ધક અને વિદ્યાર્થીને તથા શિક્ષકાશ્રીને ખૂબજ આનંદ આવ્યો. સમગ્ર સ્પર્ધાના આયોજક શ્રીમતી સવિતાબેન દ્રારા મૂલ્યાંકન કરવામાં આવેલ તેનું પરિણામ કાર્યક્રમનાં અંતે રજૂ કરવામાં આવ્યું.જેમાં....
ધોરણ ૬ થી ૮ માં
                  પ્રથમ ધોરણ – ૮અ  રાણી લક્ષ્મીબાઇ ગૃપ
                  દ્રિતિય ધોરણ – ૮બ  સ્ટારગૃપ  
                  તૃતિય ધોરણ – ૭   ઇંડિયાગૃપ
                  તૃતિય ધોરણ – ૪  હિન્દુસ્તાન ગૃપ

                           સમગ્ર સ્પર્ધા દરમિયાન શાળાના  શિક્ષિકાબેન અને આચાર્ય શ્રી દ્રારા પણ દેશભક્તિ ગીત ગવડાવવામાં આવ્યા હતા. જેમાં શ્રીમતી ખૈરૂન્નીશાબેન પીરજાદા, તથા શ્રીમતિ સવિતાબેન ચૌહાણ તથા આચાર્ય શ્રી કમલેશભાઇ શાહે પણ દેશભક્તિગીત રજૂ કર્યું હતું. અને છેલ્લે શાળા આચાર્યશ્રીએ સર્વે સ્પર્ધક તથા આયોજકને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા અને અંતે રાષ્ટ્ર્ગીત ગાઇને સૌ છૂટા પડ્યા. 
-: બોલતી તસ્વીરો  :-





અહેવાલ લખનાર : શ્રીમતિ સવિતાબેન ચૌહાણ