આઝાદી – ૭૦
અહેવાલ લેખન
સ્લોગન રાઇટીંગ સ્પર્ધા
તા. ૧૬/૦૮/૨૦૧૬
૭૦મા સ્વાતંત્ર્ય દિનની
ઉજવણીના ભાગરૂપે આજની સ્પર્ધા હતી સ્લોગન રાઇટીંગ . સ્પર્ધાના આયોજક બેન શ્રીમતિ
ખૈરૂન્નીશાબેનને અગાઉ તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તે મુજબ સૌ તૈયાર સજ્જ
થઇને આવેલ હતા. સ્પર્ધામાં દેશનેતાઓએ આપેલ નારાનું ડ્રોઇંગ શીટ પર ડબલ અક્ષરમાં
રાઇટીંગ કરવાનું હતું. જેમાં ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
તા.૧૬/૦૮/૨૦૧૬ને
મંગળવારે છેલ્લા ત્રણ તાસમાં ખૂલ્લા મેદાનમાં સ્પર્ધકોને ખૂલ્લા મેદાનમાં ગ્રીન
નેટ પર ગોળાકારે બેસાડવામાં આવ્યા. શાળાના આચાર્યશ્રી દ્રારા ડ્રોઇંગ શીટ પુરી
પાડવામાં આવી. ધોરણ ૫ થી ૮ ના બાળકોએ એમની આવડત અનુસાર સુંદર સ્લોગનનું રાઇટીંગ
કરવામાં આવ્યું.જેમાં અક્ષરોના વળાંક, વ્યવસ્થિત લખાણ,સ્વચ્છતા,રંગપૂરણી વિગેરે
બાબતો ધ્યાને રાખી મૂલ્યાંકન કરવામાં
આવ્યું. દેશનેતાઓએ આપેલ સુત્રો પૈકી નીચેના સૂત્રોનું લેખન બાળકોએ કર્યું હતું.
.....
“ જય હિન્દ ”
“ ઇંકલાબ
જિન્દાબાદ ”
“ સત્યમેવ જયતે
”
“ મેરાભારત મહાન
”
“ વન્દે
માતરમ ”
“ કરેંગે યા
મરેંગે ”
ત્યારબાદ સ્પર્ધાની
પૂર્ણાહૂતી કરવામાં આવી. દરેક બાળકને ભાગ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. સ્લોગન
રાઇટીંગમાં સારા પ્રદર્શન બદલ ત્રણ વિદ્યાર્થીને વિજેતા જાહેર કરવામાં આવ્યા.
જેમાં.....
પ્રથમ ધોરણ – ૭ હરિજન દિશાબેન સતીષભાઇ
દ્રિતિય ધોરણ – ૬ ગોહેલ ગાયત્રીબેન
રાજેશભાઇ
તૃતિય ધોરણ –૮-અ પરમાર
દિનેશભાઇ મુકેશભાઇ
અહેવાલ લખનાર : શ્રીમતિ ખૈરૂન્નીશાબેન પીરજાદા